ભરૂચ : કોવીડના દર્દીઓ માટે શરૂ કરાયાં આઇસોલેશન કેર સેન્ટર, જુઓ કોને કરાશે દાખલ

ભરૂચ : કોવીડના દર્દીઓ માટે શરૂ કરાયાં આઇસોલેશન કેર સેન્ટર, જુઓ કોને કરાશે દાખલ
New Update

ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે હોસ્પિટલોના બેડ ભરાઇ ચુકયાં છે. કોવીડના સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓની સુવિધા માટે વહીવટીતંત્ર તરફથી આઇસોલેશન કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે.

ભરૂચમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે અને હોસ્પિટલો દર્દીઓથી ભરાય ચુકી છે. કોવીડના સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓ બેડના અભાવે સારવારથી વંચિત ન રહી જાય તે માટે વહીવટીતંત્ર તરફથી ત્રણ સ્થળોએ આઇસોલેશન કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે...ભરૂચ જિલ્લામાં એક વર્ષમાં કોરોનાથી પીડીત દર્દીઓની સંખ્યા 4 હજાર સુધી પહોંચી છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેર લોકો માટે જીવલેણ સાબિત થઇ રહી છે. દર્દીઓની વધી રહેલાં સંખ્યાના કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલના બેડ ફુલ થઇ ગયાં છે. આવા સંજોગોમાં ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરમાં ત્રણ સ્થળોએ આઇસોલેશન કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. કનેકટ ગુજરાતની ટીમે કે.જે.પોલીટેકનીકની હોસ્ટેલ ખાતે કાર્યરત કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આવો જાણીએ કેર સેન્ટરના તબીબ શું કરી રહયાં છે.

ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજની હોસ્ટેલમાં શરૂ કરાયેલાં આઇસોલેશન કેર સેન્ટરમાં જે દર્દીઓમાં કોરોનાના લક્ષણ હોય પણ ઓકિસજન લેવલ 93 થી 95ની વચ્ચે રહેતું હોય તેમને તથા જે દર્દીઓને તબીબે હોમ આઇસોલેશન થવાની સલાહ આપી હોય પણ ઘરમાં સુવિધા ન હોય તેવા દર્દીઓને દાખલ કરવામાં આવી રહયાં છે. અહીં દર્દીઓને નાસ્તો, ભોજન અને નિયમિત સારવાર આપવામાં આવી રહી છે અને તેનાથી દર્દીઓ પણ સંતોષની લાગણી અનુભવી રહયાં છે. ભરૂચના એસડીએમ એન.આર. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આઇસોલેશન કેર સેન્ટર ખાતે ઓકિસજન સહિતની અનેક સુવિધાઓ ઉભી કરાશે. કોરોનાથી કોઇનું મૃત્યુ ન થાય અને તેમને સમયસર સારવાર મળી રહે તે માટે તંત્ર તમામ શકય પ્રયાસો કરી રહયું છે.

#Bharuch Police #Bharuch News #lunch #PPE Kit #Bharuch Collector #medicalteam #Bharuch #CoronaWorriers
Here are a few more articles:
Read the Next Article