/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-426.jpg)
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં એસવીએસ કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ડૉ. વિક્રમ સારાભાઇની 150મી જન્મજયંતિના અવસરે આયોજીત પ્રદર્શનમાં ભુગુઋુષિ વિકાસ સંકુલની 110 શાળાઓએ ભાગ લીધો હતો અને 227 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આધુનિક યુગમાં વિજ્ઞાનની માંગ સાથે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ કેળવાય તથા વિદ્યાર્થીઓમાં રહેલી ગર્ભિત શકિતઓ બહાર આવે તેવા ઉમદા આશયથી ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં એસવીએસ કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જાણીતા વૈજ્ઞાનિક ડાૅ. વિક્રમ સારાભાઇની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજીત પ્રદર્શનમાં ભરૂચ શહેર તથા તાલુકાની ભુગૃઋુષિ શાળા વિકાસ સંકુલની 110 શાળાઓના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે વિવિધ વિષયોને આવરી લેતી 227 કૃતિઓ રજૂ કરી હતી. પ્રદર્શનના ઉદઘાટન સમારંભમાં જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મહેતા, જય અંબે ઇન્ટરનેશનલ શાળાના ટ્રસ્ટી યોગેશ પારીક, ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના પ્રમુખ દિનેશ પંડયા, જિલ્લા વિજ્ઞાન સલાહકાર પી.બી.પટેલ, ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા, માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટસિંહ મહીડા, વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ ચદ્દરવાલા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્ર પટેલ, શાળાના આચાર્ય ડૉ. મેઘના ટંડેલ, સુજાતા ભટ્ટાચાર્ય સહિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ભરત સલાટ, સંગીતાબેન મિસ્ત્રી, જયેેશ ચૌધરી, સાધના ફરસરામી, વિપુલ પટેલ, પ્રદિપ પટેલ, જીજ્ઞેશ પટેલ, દીવ્યેશ પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. તેમણે પ્રદર્શનને નિહાળી વિદ્યાર્થીઓની કામગીરીની સરાહના કરી હતી.