ભરૂચ : ઝઘડીયા દુષ્કર્મ મામલો, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો  

New Update
ભરૂચ : ઝઘડીયા દુષ્કર્મ મામલો, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો  

વડોદરા

તથા હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓથી દેશવાસીઓ સમસમી ઉઠયા઼ છે, તેવામાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામમાં હેવાન બનેલા યુવાને

માત્ર 11 વર્ષીય બાળાના શરીરને પીખીં નાંખ્યું હતું. પોલીસે

ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી તેને જેલ ભેગો કરી દીધો છે.

દેશમાં

વધી રહેલા દુષ્કર્મના બનાવો બાદ દેશવાસીઓ કડક કાયદાની માંગ કરી રહ્યા છે, પણ નરાધમો યેનકેન પ્રકારે તેમની

હવસ સંતોષી રહ્યા છે.

તાજેતરમાં વડોદરા અને હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની શાહી હજુ સુકાય નથી, ત્યારે ભરૂચ જિલ્લાના ઝગડીયામાંથી દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ઝઘડીયા તાલુકાના અંતરિયાળ ગામમાં રહેતી 11 વર્ષીય બાળકી ઢોર ચરાવવા માટે ગઇ હતી. તે ઢોર ચરાવી રહી હતી તે દરમ્યાન એક યુવાન તેની પાસે આવ્યો હતો અને શેરડી ભાંગી આપવાના બહાને તેને ખેતરમાં લઇ જઈ બાળાના શરીરને પીખીં નાંખ્યું હતું. દુષ્કર્મ આચરીને યુવાન બાળકીને ધમકી આપી ફરાર થઇ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકી તેના ઘરે પહોંચી ત્યારે યુવાનના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભગવત વસાવાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે. દુષ્કર્મના વધી રહેલાં બનાવોથી બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓની સલામતી જોખમમાં મુકાઇ ચુકી છે, ત્યારે હવસખોરો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Latest Stories