ભરૂચ: ચોથી જાગરીના સ્તંભ એવા પત્રકારોએ ઉચ્ચારી ધરણા પ્રદર્શનની ચીમકી, જાણો કેમ

New Update
ભરૂચ: ચોથી જાગરીના સ્તંભ એવા પત્રકારોએ ઉચ્ચારી ધરણા પ્રદર્શનની ચીમકી, જાણો કેમ

કોરોના કાળમાં જીવના જોખમે કવરેજ કરતાં પત્રકારોને કોરોના વોરિયર્સ તરીકે ગણવા અને વેક્સિન આપવાની માંગ સાથે પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

છેલ્લા એક વર્ષથી પત્રકારો જીવનું જોખમ ખેડીને કોરોનાનું કવરેજ કરી રહ્યા છે. છતાં પણ સરકાર દ્વારા પત્રકારોને કોરોના વોરિયર્સ ગણવામાં આવ્યા નથી અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તરીકે આજ દિન સુધી વેક્સિન અપાઈ નથી. ગુજરાતમાં ઘણા પત્રકારો કોરોનાથી મૃત્યુ પામ્યા છે જેમને સરકાર દ્વારા કોઇ પણ સહાય અપાઈ નથી ત્યારે પત્રકારોને કોરોના વોરિયર્સ ગણવા અને વેક્સિન મૂકવાની માંગ સાથે ભરૂચના પત્રકારોએ ક્લેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ સાથે જ પત્રકારનું કોરોનાના કારણે મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેમના પરિવારજનોને સહાય આપે એવી પણ માંગ કરવામાં આવી હતી જ્યાં સુધી પત્રકારોને કોરોના વોરિયર્સની વ્યાખ્યામાં સમાવી વેક્સિનની સાથે કોરોનાથી મૃત્યુ થયે સહાય ની જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ધરણાં પર બેસવા અંગેની ચીમકી ઉચ્ચારી આ અંગે કલેક્ટર પાસે પરવાનગી પણ માંગવામાં આવી છે અને સોશ્યલ મીડિયા માં #VaccineForJounalist નામથી કેમ્પેનને પણ આગળ ધપાવવાની નેમ લેવાં આવી હતી.

તો આ તરફ અંકલેશ્વરના પણ પત્રકારોએ જિલ્લા કલેક્ટરને સંબોધી ને એક આવેદનપત્ર પાઠવી પત્રકારોને કોરોનાની નિશુલ્ક રસી આપવા તેમજ કોરોનાં વોરિયર્સેની વ્યાખ્યા માં સમાવી લેવામાં આવે તેવી માંગ કરી છે.આ આવેદનપત્ર આપવા અંકલેશ્વરના મોટાભાગ ના પત્રકાર સંગઠનો એક મંચ ઉપર આવ્યાં હતાં. આગામી સમયમાં ભરૂચ જિલ્લા વહિવટીતંત્ર જો હકારાત્મક અભિગમથી નહિ વિચારે તો પત્રકારો ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ધરણાં યોજશે તેમ જણાવાયું હતુ.

Latest Stories