/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/24213249/5-3.jpg)
આમોદ મામલતદાર કચેરીમાં જુનિયર ક્લાર્કને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા મામલતદાર કચેરીના સ્ટાફમાં ભય ફેલાયો છે. ભરુચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ વસાવાના જણાવ્યા અનુસાર ભરૂચ ખાતે રહેતા અને આમોદ મામલતદાર કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અધિકારીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
મામલતદાર કચેરીનો સમગ્ર સ્ટાફ મંગળવાર સુધી હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે . કોરોના પોઝીટીવ આવેલા અધિકારી ભરૂચ ખાતે રહેતા હોય તેઓ તથા તેમની સાથે આમોદ મામલતદાર કચેરીના અન્ય સ્ટાફના માણસો પણ એક જ ખાનગી ગાડીમાં બેસીને આવતા હોય સ્ટાફના માણસોમાં પણ ગભરાટ ફેલાયો હતો. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ગાઈડ લાઇન મુજબ હવે મંગળવાર પછી મામલતદાર કચેરીના દરેક કર્મચારી તેમજ અધિકારીના પણ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. મામલતદાર કચેરીમાં કોરોના પોઝીટીવ કેસ મળતા જ આમોદ પાલિકાની ટીમ દ્વારા સમગ્ર કચેરીને સેનેટાઇઝની કામગીરી પણ કરવામાં આવી હતી.