ભરૂચ : કેલ્વીકુવા ગામે વોલ્વો કાર ઝાડ સાથે અથડાતા ફુરચે-ફુરચા ઉડી ગયા, ડ્રાઈવરનો આબાદ બચાવ

New Update
ભરૂચ : કેલ્વીકુવા ગામે વોલ્વો કાર ઝાડ સાથે અથડાતા ફુરચે-ફુરચા ઉડી ગયા, ડ્રાઈવરનો આબાદ બચાવ

ભરૂચ જિલ્લાના નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કેલ્વીકુવા ગામ નજીક વોલ્વો કાર ઝાડ સાથે અથડાતા કારના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા. જોકે, અકસ્માતની ઘટનામાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર, નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કેલ્વીકુવા ગામના પાટીયા નજીકથી સવારના સમયે પસાર થતી વોલ્વો કાર ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. જેમાં સામે છેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતી ટ્રકની અડફેટથી બચવા વોલ્વો કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, ત્યારે વોલ્વો કાર રોડની સમાંતર રહેલા ઝાડ સાથે અથડાઈ હતી. જોકે, વોલ્વો કારમાં રહેલ એરબેગ ખુલી જતાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ગમખ્વાર અકસ્માતના પગલે ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ અંધકારનો લાભ ઉઠાવી ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો.