/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/23144333/3fd7e1b1-60a1-48c3-9ccb-e277548699f4.jpg)
દિલ્હી બોર્ડર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા ત્રણ રસ્તા ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કૃષી કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે દીલ્હી ખાતે વિવિધ સિમાઓપર આંદોલન ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અત્યાર સુધી 29 જેટલા ખેડૂતો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જે ખૂબ જ દુ:ખદ ઘટના છે, ત્યારે ખેડૂતો આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા તમામ 29 ખેડૂતોને ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના ત્રણ રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતિ. જેમા પ્રદેશ અગ્રણી દલપતસિંહ વસાવા, જીલ્લા યૂથ કોંગ્રેસ ઉપપ્રમુખ ધનરાજ વસાવા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.