-
આકરા ઉનાળામાં મોંઘવારીનો માર
-
લીંબુના ભાવમાં અસહ્ય વધારો
-
200 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે લીંબુ
-
પહેલા લીંબુનો ભાવ હતો 70 રૂપિયે કિલો
-
ગ્રાહકો સાથે વેપારીઓને પણ મુશ્કેલી
આકરા ઉનાળામાં લીંબુના ભાવ આસમાને પહોંચતા મધ્યવર્ગની હાલત કફોડી બની છે.70 રૂપિયે કિલો મળતા લીંબુના ભાવ હાલમાં બજારમાં 200 રૂપિયાને પણ પાર કરી ગયા છે.
ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે લીંબુના ભાવમાં અચાનક ભારે ઉછાળો નોંધાતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધારાનો બોજો પડી રહ્યો છે. બજારમાં હાલ લીંબુના ભાવ રૂપિયા 200 થી 250 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે જ્યારે થોડા સમય પહેલા લીંબુના ભાવ 70 રૂપિયે કિલોની આસપાસ હતા.ભરૂચ APMC માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ ઉનાળાની સીઝનમાં લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. ખાસ કરીને લીંબુ પાણી, શરબત અને અન્ય ઠંડા પીણાંમાં વધતા વપરાશને કારણે માંગમાં તેજી જોવા મળી રહી છે. વેપારી જાવેદભાઈએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં નાના ગ્રાહકોને 20-30 રૂપિયાના લીંબુ આપવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ઉપરાંત, મોંઘા ભાવે લેવાયેલા લીંબુમાંથી ગુણવત્તા ઓછી મળતા વેપારીઓને પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે.આ સાથે જ હવામાનમાં થયેલા ફેરફાર અને પાકમાં ઘટાડાને કારણે બજારમાં લીંબુની આવક ઘટી ગઈ છે, જેના કારણે સપ્લાય અને માંગ વચ્ચે અસંતુલન સર્જાયું છે.પરિણામે ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
