ભરૂચ: વાલિયાના સોડગામની સીમમાં દીપડો નજરે પડ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ
વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છ ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચના વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરા કરતો વિડીયો વાયરલ થતા ખેડૂતોમાં ભયનો માહોલ ભરૂચના વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે.આ દીપડો ધર્મેન્દ્રસિંહ ચંદુભાઈ પ્રજાપતિના ખેતરમાં આંટા ફેરા કરતો વિડીયો આજરોજ સામે આવ્યો છે.ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે તે જરૂરી છે.
