ભરૂચ : હાંસોટના દીગસ નજીક લાઇનમાં ભંગાણ, ખેતરોમાં ફરી વળ્યાં દુષિત પાણી

ભરૂચ : હાંસોટના દીગસ નજીક લાઇનમાં ભંગાણ, ખેતરોમાં ફરી વળ્યાં દુષિત પાણી
New Update

હાંસોટ તાલુકાના દીગસ ગામ નજીકથી પસાર થતી અને ઉદ્યોગોના પ્રદુષિત પાણીને શુધ્ધિકરણ બાદ દરિયામાં નિકાલ કરતી લાઇનમાં ભંગાણ પડયું છે. ભંગાણના કારણે મોતીયા ગામની સીમમાં ફરી વળતાં 250 એકર જમીનમાં ખેતીના પાકને નુકશાન થયું છે.

નર્મદા નદીમાં આવેલાં પુરના કારણે ભરૂચ જિલ્લામાં ખેતીનો દાટ વળી ગયો છે તેવામાં હવે હાંસોટ તાલુકાના મોતીયા ગામના ખેડુતોના માથે નવી આફત આવીને ઉભી છે. હાંસોટ તાલુકાના દીગસ નજીક પાઇપલાઇનમાં ભંગાણ પડતાં પ્રદુષિત પાણી ખેતરોમાં ફરી વળ્યાં છે. મોતીયા ગામના ખેડુતોના જણાવ્યા મુજબ પ્રદુષિત પાણીના કારણે 250 એકર જમીનમાં ખેતીના પાકને નુકશાન થયું છે. આ બાબતે કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવતાં અધિકારીઓ સ્થળ પર આવ્યાં છે અને વળતર ચુકવવાની ખાતરી આપી છે.

#Bharuch #Connect Gujarat #Bharuch News #gujarat samachar #GujaratiNews
Here are a few more articles:
Read the Next Article