ભરૂચના આમોદમાં ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા ગામના હાજર સરપંચોને ૧૮ વર્ષથી નાના બાળકોને ડ્રાઇવીંગ નહીં કરવા સૂચના આપવામાં હતી.જો ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો અકસ્માત કરશે તો માતા પિતા સામે ફરિયાદ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત આમોદ નગરમાં સીસીટીવી કેમેરા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ આમોદ ચાર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
ભરૂચ: આમોદમાંપોલીસ દ્વારા લોક દરબારનું કરવામાં આવ્યું આયોજન, SP ડો.લીના પાટીલ રહ્યા ઉપસ્થિત
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા ગામના હાજર સરપંચોને ૧૮ વર્ષથી નાના બાળકોને ડ્રાઇવીંગ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી
