New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-13.jpg)
સમગ્ર વિશ્વમાં બુધવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મ જયંતી નિમિત્તે કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ગાંધીજીની તસવીરને પુષ્પમાળા તથા સુતરની આંટી અર્પણ કરાઇ હતી. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીજીના યોગદાનને આગેવાનોએ બિરદાવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા,શહેર પ્રમુખ વીકી સોખી, પ્રવક્તા નાજુ ફડવાલા સહિત કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.