દેશની સંસદમાં મોદી સરકારે કૃષિ સુધારણા બીલ પસાર કરાતા તેના પડધા સમગ્ર દેશમાં પડ્યા હતા. કેટલાક રાજ્યોમાં વિરોધ પ્રદશૅનો થયા હતા, અને કેટલાક રાજ્યોમાં તેના સ્વીકાર પણ કરાયો હતો. આ બાબતે વિપક્ષના નેતાઓ ધ્વારા દુપ્રચાર કરવામાં આવતો હોવાથી રાજ્ય-કેન્દ્ર સરકારના નેતાઓ ખેડુતો સાથે બેઠક યોજી તેના વિશે માંગદશૅ આપી રહ્યા છે. જેમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ તાલુકાના ચાસવડ, ચંદ્રવાણ અને ફોકડી ગામે ખેડુતો સાથે બેઠક યોજી જણાવ્યું હતું કે, કૃષિ સુધારા બિલ ૨૦૨૦થી દેશનો ખેડૂત સ્થાનિક APMC જ નહીં, પરંતુ દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચાણ કરી શકશે, વેપારીઓમાં પણ હવે તંદુરસ્ત હરીફાઈ થવાના કારણે ખેડૂતને પોતાની પેદાશનો યોગ્ય ભાવ મળી રહેશે, જેનો સીધો જ લાભ દેશના કરોડો ખેડૂતોને થશે, જ્યારે રાજ્ય સરકારની ખેડુતલક્ષી દુધાળા પશુઓની યોજના,સિંચાઇની સુવિધા માટેની યોજના, ગુજરાત પેર્ટનની યોજના, વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલ જમીન ધરાવનાર ખેડૂતોને જમીન લેવલીંગ પાળા બન્ડીંગ જમીનનું ધોવાણ અટકાવવા માટે પાળા બનાવવા, સિંચાઈ માટે બોરમોટર કરી આપવામાં આવે છે, તે વિશે માગૅશદૅન આપ્યું હતું.
નેત્રંગ તાલુકા પ્રમુખ માનસિંગ વસાવા, જીલ્લા ઉપ પ્રમુખ રાયસીંગ વસાવા, ઝઘડીયાથી નરેન્દ્ર વસાવા, પ્રતાપ અને પરેશ ભાટીયા જેવા આગેવાનો જોડાયા હતા.