Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો કરાયો પ્રારંભ

ભરૂચ :  પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો કરાયો પ્રારંભ
X

દેશની સગર્ભા મહિલાઓ માટે બનાવવામાં આવેલી પ્રધાનમંત્રી

માતૃવંદના યોજનાનો ભરૂચમાં પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે તાલુકા પંચાયત કચેરી ખાતે

કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માં પ્રથમ સગર્ભા

અવસ્થા અને જીવિત બાળ જન્મ સમય લાભાર્થી મહિલા પ્રસુતિ પુર્વે અને પ્રસૂતિ બાદ પૂરતા

પ્રમાણમાં આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે તે માટે તેની રોજગારીના

નુકસાનનું રોકડ સહાય સ્વરૂપે વળતર આપવામાં આવશે. સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ

સહાયની રકમ જમા કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૩

હજાર લાભાર્થીઓને 55,000 હપ્તાઓની કુલ થઈ 8.83 કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. ભરૂચ જિલ્લાને ભારત સરકાર દ્વારા ગત

વર્ષે વેસ્ટર્ન ઝોન માં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે

ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ નવીન પટેલ, ટીડીઓ ધવલ દેસાઈ, ડીપીઓ સુમિત્રાબેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ

હાજર રહયાં હતાં.

Next Story