ભરૂચ : દૂધનો ટેમ્પો કસક ગરનાળા ઉપર લાગેલ એન્ગલમાં અથડાયો, કોઈ જાનહાનિ નહીં

New Update
ભરૂચ : દૂધનો ટેમ્પો કસક ગરનાળા ઉપર લાગેલ એન્ગલમાં અથડાયો, કોઈ જાનહાનિ નહીં


ભરૂચના પ્રવેશ દ્વાર સમાન ગણાતા કસક ગરનાળા ઉપર રેલ્વે તંત્ર દ્વારા સમારકામ કામ કરવાનું હોય જેને લઈ ૩ સપ્ટેમ્બરના રોજ કસક ગરનાળું એક દિવસ માટે બંધ રાખવામાં આવવાનું છે. ત્યારે સમારકામ માટે બંધ કરાઈ તે પહેલા જ દૂધનો ટેમ્પો કસક ગરનાળામાં લોખંડની એન્ગલ સાથે અથડાતા કસક ગરનાળાની એન્ગલ તૂટી હતી. આ ઘટનાને લઈને રેલ્વે તંત્ર સહીત પાલિકાની ફાયર ટીમ દોડતી થઈ ગઈ હતી.

publive-image

ભરૂચના કસક ગરનાળા ઉપર રેલ્વે લાઈન ઉપર રેલ્વે તંત્ર દ્વારા સમારકામ કરવામાં માટે ૩જી સપ્ટેમ્બર ના રોજ બંધ કરવામાં આવશે તેવી એક અખબારી યાદી પ્રસિદ્ધ કરી હતી. પરંતુ ૨જી સપ્ટેમ્બરના વહેલી સવારે કસક ગરનાળામાંથી પસાર થઈ રહેલો દૂધનો ટેમ્પો લોખંડની એન્ગલ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે રેલ્વે તંત્ર અને ભરૂચ નગર પાલિકાનું ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવી લોખંડની એન્ગલને જેસીબીની મદદથી સાઈડ પર કરવામાં આવી હતી. અકસ્માતના પગલે બંને બાજુ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Latest Stories