• ભરૂચમાં ચૂંટણીનો માહોલ

  • પોલીસ દ્વારા કવાયત

  • નબીપુર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

  • સંવેદનશીલ ગામોમાં ફ્લેગ માર્ચ

  • સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાય

ભરૂચની નબીપુર પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને લઈ સંવેદનશીલ ગામોમાં ફ્લેગ માર્ચ યોજાય હતી
ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ ગામોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય હતી.બંબુસર ગામમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ગામના મુખ્ય માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો.આ દરમ્યાન પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જ કોઈપણ અફવા, ગેરમાર્ગે દોરતી માહિતી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.આ ફ્લેગ માર્ચ PI ટી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાય હતી જેમાં PSI ટી.આર. મોદી સહિત પોલીસ સ્ટાફ અને GRDના જવાનો જોડાયા હતા.પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેઓ સંપૂર્ણ રીતે સજ્જ છે.