/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/22175659/WhatsApp-Image-2020-10-22-at-4.59.45-PM.jpeg)
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી મોબાઇલ નેટવર્કના ધાંધિયાથી રહીશો મુશ્કેલી વેઠી રહ્યાં છે.
નબળા નેટવર્કના ગરીબ પરીવારના બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શક્તા નથી, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અંધકારમય બનવાની શક્યતાઓ જણાઇ રહી છે, આ બાબતે વારંવાર રજુઆતો કરવા છતાં જવાબદાર લોકો ધ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, યુવાનોમાં ભારે રોષ જણાઇ રહ્યો છે, તેવા સંજોગોમાં આદિવાસી સમાજના યુવા આગેવાન વાસુ વસાવા,ગામોના સરપંચ અને બાળકોએ નેત્રંગ મામલતદાર આવેદનપત્ર આપી ગુજરાત સરકારને પ્રબળ મોબાઇલ નેટવર્ક સુવિધા પુરી પાડવા માટે રજુઆત કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર દ્વારા આ બાબતે માટે જરૂરી કાર્યવાહી કરવામાં નહિ આવે તો ભવિષ્યમાં નેત્રંગ તાલુકા આદિવાસી સમાજ દ્વારા આંદોલન ચાલુ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.