/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-87.jpg)
ભરૂચના કાળી તલાવડી સ્થિત પોલીસ હેડ કવાટર્સ ખાતે દશેરાના દિવસે પોલીસ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓની હાજરીમાં શસ્ત્રોની સાથે ડોગ સ્કવોડના શ્વાન અને અશ્વદળના અશ્વોની પણ પૂજા કરાઇ હતી.
વિજયાદશમી નિમિત્તે ભરૂચ પોલીસ હેડકવાર્ટર કચેરી ખાતે દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન રામચંદ્રજીએ આસૂરી શક્તિ ધરાવતા રાવણને હણીને વિજય પ્રાપ્ત કર્યો હતો. તે દિવસને ભારતમાં વિજયદશમી એટલેકે દશેરા તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચમાં પોલીસ હેડકવાર્ટર ખાતે પ્રતિવર્ષ શસ્ત્ર પૂજન કરાય છે. એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં પોલીસ વિભાગના શસ્ત્રોની શાસ્ત્રોકત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની હાજરીમાં શસ્ત્રોની સાથે ડોગ સ્કવોડના શ્વાન અને અશ્વદળના અશ્વોની પણ પૂજા કરાઇ હતી. એસપી રાજેન્દ્રસીંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શસ્ત્રો થકી સમાજની સુરક્ષા અને સેવા કરવાની શકિત મળી છે અને આજના દશેરાના પાવન અવસરે શસ્ત્રોની પૂજા કરી ધન્યતાઓ અનુભવ કરી રહયો છું.