ભરૂચ: લીંક રોડ પર કુખ્યાત બુટલેગરનો પુત્ર બન્યો બેફામ
ભરુચ ના માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું. ગુજરાત, સમાચાર, Featured,
ભરૂચના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતીક રણજીતસિંહ સોલંકી દહેજમાં આવેલ હ્યુબેક કલર કંપનીમાં ફરજ બજાવે છે.ગતરોજ તેની સેકન્ડશીપ હોય રાત્રીના 12:30 વાગ્યાના અરસામાં બસમાં શ્રવણ ચોકડી ઉતરી પોતાની મોપેડ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો.જો કે પ્રતીકની મોપેડ બંધ થઈ જતા તેણે તેના મિત્ર પ્રથમ પરમારને લેવા માટે બોલાવ્યો હતો.
આ બંને મીત્રો પૈકી પ્રતિકે પ્રથમની એક્ટિવા ચલાવી પોતાની મોપેડને પગ વડે ધક્કો મારી લઈ ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ભરુચના લિન્ક રોડ ઉપર માતરિયા તળાવ પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ઇનોવા કાર ચાલકે મોપેડને ધક્કો મારતા પ્રતીક સોલંકી પર ચઢાવી દીધી હતી અને કાર ચાલક યુવાનને ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો જેમાં યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યુ હતું.અકસ્માત સ્થળે લોક ટોળાં ભેગા થતાં કાર ચાલકની નંબર પ્લેટ પરથી તપાસ કરતા આ કાર પુષ્પધન સોસાયટીમાં રહેતો બૂટલેગર નિલેશ મિસ્ત્રીનો પુત્ર યશ મિસ્ત્રીની હોવાનું ખુલ્યું હતું.જોકે પોલીસે તેને પકડવા માટે ગઈ ત્યારે તે ઘરે હાજર મળી આવ્યો ન હતો.આ મામલે પ્રતીકના પરિવારજનો એ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે આરોપી મિસ્ત્રી સમાજનો હોય તેમના પર કોઈનું દબાણ હોય આરોપીને પકડી નથી રહ્યા જો પોલીસ આરોપીને નહિ પકડે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વિકારવાની માગ કરી હતી.જોકે આ અંગે પોલીસે તેમના પરિવારજનોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા.
