ભરૂચ પાંજરાપોળ ખાતે ઉજવણી

ભાજપના પૂર્વ પ્રમુખના જન્મદિવસની ઉજવણી

પ્રકાશ મોદીના જન્મદિવસની ઉજવણી

ગાય માતાનું પૂજન અર્ચન કરાયુ

ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ મોદીના જન્મ દિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીના 64મા જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌપૂજા સહિતના સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયોની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે લોકોને સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને દેશના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, ભાજપના મહામંત્રી પરેશ પટેલ, મિલીન ભગત સહિતના આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતા.