• સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીની પરબનો પ્રારંભ

  • અક્ષય તૃતીયાના પાવન પર્વે નિમિત્તે કરાયો પ્રારંભ

  • કાળઝાળ ગરમીમાં રાહદારીઓને મળશે રાહત

  • સંકટ મોચન હનુમાનજી મંદિરે પાણીની પરબ શરૂ કરાઈ

  • ભગવાન પરશુરામ જન્મોત્સવે જળ સેવાનો પ્રારંભ  

ભરૂચના લિંક રોડ વિસ્તારમાં સેવાની સુવાસ પ્રસરી છે.ભગવાન પરશુરામ જન્મોત્સવ અને અક્ષય તૃતીયાના પવિત્ર અવસર પરસંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું છે.

ભરૂચના લિંક રોડ વિસ્તારમાં સેવાની સુવાસ પ્રસરી છે.ભગવાન પરશુરામ જન્મોત્સવ અને અક્ષય તૃતીયાના પવિત્ર અવસર પરસંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું છે.ભરૂચના લિંક રોડ પર સ્થિત સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને રાહદારીઓ અને ભક્તો માટે ઠંડા પાણીની પરબ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સંસ્થાના સભ્યો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા,અને જય શ્રી રામ‘ તેમજ ભગવાન પરશુરામ કી જયના નારા લગાવવામાં આવ્યા હતા.

આ ઉમદા કાર્યમાં સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલહેમાબેન પટેલઉપપ્રમુખ શીલાબેન પટેલસેક્રેટરી સીમાબેન ચુડાસમા અને પ્રોજેક્ટ ચેરમેન જ્યોતિબેન ભાવસાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદન રાણા અને અન્ય ભક્તોએ પણ આ જનહિતના કાર્યમાં સહયોગ આપ્યો હતો.

વધતા જતા તાપમાનમાં તરસ્યા લોકોને ઠંડુ જળ મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી આ પરબ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ભક્તો અને રાહદારીઓએ સંસ્થાના આ પ્રયાસની સરાહના કરી હતી.