જંબુસરમાં એસ ટી બસ વરસાદી કાંસમાં ખાબકવાનો મામલો 

15 વિદ્યાર્થીઓ થયા હતા ઈજાગ્રસ્ત 

MLAએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની લીધી મુલાકાત 

MLA  એસ ટી ડેપોના ગેરવહીવથી થયા નારાજ 

MLA એ લીધા જાહેરમાં ડેપો મેનેજરના ક્લાસ 

ભરૂચના કારેલી થી જંબુસર જતી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો,અને આ અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.ઘટના અંગે જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લઈને તેઓએ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી..
જ્યારે જંબુસર એસટી ડેપો ખાતે પહોંચીને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ એસટી ડેપોમાં ગેરવહીવટનો આક્ષેપ કરીને ડેપો મેનેજરનો જાહેરમાં ઉધડો લઇ નાખ્યો હતો.ધારાસભ્ય દેવકિશોર સ્વામી સાથે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ તેમજ જંબુસર તાલુકાના મહામંત્રી બળવંતસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુએ પણ ડેપો મેનેજર સામે રોષ વ્યક્ત કર્યો હતો.