ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડે નેત્રંગ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ
નેત્રંગ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપી સુરેશભાઇ અમૃતભાઇ પાટીલ નંદુરબાર ખાતે છે જેવી બાતમીના આધારે તેને ગતરોજ ઝડપી પાડ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |
છેલ્લા પાંચ વર્ષથી નેત્રંગ પો.સ્ટે.ના ગુનાના નાસતા-ફરતા આરોપીને મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી પેરોલ ફર્લો સ્કોડે ઝડપ્યો હતો ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે મહારાષ્ટ્ર રાજ્યમા તપાસમા ગયેલ હતા તે દરમ્યાન મળેલ બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપી સુરેશભાઇ અમૃતભાઇ પાટીલ નંદુરબાર ખાતે છે જેવી બાતમીના આધારે તેને ગતરોજ ઝડપી પાડ્યો હતો.આરોપી પ્રોહીબિશનના ગુનામાં ફરાર હતો.
