-
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી
-
બેલેટ પેપરથી મતદાનનું કરાયુ આયોજન
-
પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો માટે આયોજન
-
એસ.પી.કચેરી ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી
-
ઉત્સાહભેર મતદાન કરાયુ
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરજ પર તૈનાત રહેનાર પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો માટે બેલેટ પેપેરથી મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી.
ભરૂચમાં આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જવાનો માટે વિશેષ મતદાન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા આ કર્મચારીઓ પોતાનો મતાધિકાર ગુમાવી ન બેસે તે માટે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી.આ મતદાન પ્રક્રિયા ભરૂચ એસપી કચેરીના ગ્રાઉન્ડ નજીક આવેલી કચેરી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.વહેલી સવારથી જ પોલીસ જવાનો અને હોમગાર્ડ સભ્યો મતદાન કરવા માટે હાજર રહ્યા હતા અને નિયમોનું પાલન કરીને પોતાનો મત નોંધાવ્યો હતો. ચૂંટણી ફરજ દરમિયાન પણ પોતાના લોકશાહી હક્કનો ઉપયોગ કરવા માટે જવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લઈ પોલીસ અને હોમગાર્ડ જવાનોએ ફરજ સાથે સાથે પોતાની નાગરિક જવાબદારી પણ નિભાવી હતી.
