New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/10180126/pjimage-4-e1607603503359.jpg)
આમોદ તાલુકના આછોદ ગામે આજે સવારે વીજ કંપનીની વીજીલન્સ ટીમે રેડ કરી ૧૪ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરી આકરો દંડ ફટકાર્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યાં હતાં ત્યારે વીજ કંપનીની વીજીલન્સ ટીમે રેડ કરી મીટર બાયપાસ કરી લંગર નાખી ચોરી કરનારા ૧૪ ગ્રાહકોને ઝડપી પાડયાં હતાં. તેમની પાસેથી મીટર સહીત વાયરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ૧૪ ગ્રાહકો પાસેથી ત્રણ લાખથી વધુની વીજચોરી પકડી પાડી આકરો દંડ ફટકારતા અન્ય વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
Latest Stories