ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લાપતા થયેલ વાયુદળના વિમાન મુદ્દે યોજી પ્રાર્થના સભા

New Update
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લાપતા થયેલ વાયુદળના વિમાન મુદ્દે યોજી પ્રાર્થના સભા

વાયુદળનું વિમાન ૩ જુન થી લાપતા બનવાની ઘટનામાં ૧૩ જવાનો મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ભારતીય સૈન્યની સંવેદનશીલતા અને સમર્થનની લાગણી વ્યક્ત કરવા અને લાપતા બનેલ વિમાન સૈનિકો સાથે સહીસલામત મળી આવે માટે પ્રાર્થના સભાનો કાર્યક્રમ તા.૧૦મી ની સાંજે ૬ કલાકે ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાખવામાં આવ્યો હતો.

આ પ્રાર્થના સભામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવક્તા નાજુ ફડવાલા, કોંગી અગ્રણી સંદિપ માંગરોલા, સુનીલ પટેલ અરવિંદ દોરાવાલા સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા એ જણાવ્યું કે, ભારતીય વાયુસેનાનું એ.એન.૩૨ વિમાન ગત ૩જૂનથી લાપતા બન્યું છે. એમાં ભારતિય સૈન્યના ૧૩ જેટલા જવાનો પ્રવાસ કરી રહ્યા હતા. આજદિન સુધી આ લાપતા બનેલ વિમાનની માહિતિ સુદ્ધા નથી મળી અને વિમાન હજુ લાપતા છે ત્યારે સૈનિકોના પરિવારજનો પણ ચિંતિત છે.