ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ સ્થળે જનજાગૃતિ બેનર લગાવાયા
ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ચૂંટણીતંત્રના માર્ગદર્શન હેઠળ સ્વેપ -વ્યવસ્થિત મતદાર શિક્ષણ અને ચૂંટણી સહભાગિતા પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે. સમાચાર
જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના વિવિધ મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર આકર્ષક હોર્ડિંગ્સ લગાવી મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત નગરપાલિકા વિસ્તારના મુખ્ય ચાર રસ્તાઓ, સરકારી કચેરીઓ અને વધુ અવર-જવર ધરાવતા વિસ્તારોમાં હોર્ડિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સમાં “દરેક મત કિંમતી છે”, “લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરીએ” અને “૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ અચૂક મતદાન કરીએ” જેવા પ્રેરણાદાયી સૂત્રો દ્વારા નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
