/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-125.jpg)
રાજય સરકારે પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટ માટેની મુદતમાં વધારો કર્યો હોવા છતાં ભરૂચ શહેરમાં પીયુસી મેળવવા માટે વાહનચાલકો કતાર લગાવી રહયાં છે.
દેશમાં દિન પ્રતિદિન વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે તમામ વાહનો ડેટાબેઝ ડિજિટલ કરવાનું નક્કી કરેલું છે .વાહન દ્વારા ફેલાતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ના પરામર્શ કરી પીયુસી મોડલ તૈયાર કરવામાં આવેલુ છે જેનો ભારતના તમામ રાજ્યોમાં અમલ થનાર છે ગુજરાત રાજ્યમાં પણ પીયુસી મોડલની અમલવારી કરવામાં આવશે. વાહનચાલકોના ધસારાને ધ્યાનમાં રાખી સરકારે મુદતમાં વધારો કર્યો છે તેમ છતાં ભરૂચ શહેરમાં આવેલા પીયુસી સેન્ટર ખાતે વાહનચાલકો ધસારો કરી રહયાં છે. પોતાનો વારો આવવાની રાહ જોતા તેઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે.