ભરૂચ: રાજપારડી પોલીસે રતનપોર ગામે જુગાર રમતા 4 જુગારીની કરી ધરપકડ, રૂ. 1લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
રતનપોર ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો જુગાર રમે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા 4 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચના રાજપારડી પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ગોહિલની સુચનના આધારે પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે રતનપોર ગામની સીમમાં આવેલ અમર સિલીકા પ્લાટની પાછળ બાવળની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો જુગાર રમે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા 4 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા.
પોલીસે ઐયુબભાઇ મહમંદભાઇ કુરલ રહે.આશિયાના નગર કીમ તા.ઓલપાડ, શરીફ ગુલુભાઇ પીંજારા રહે. માન દરવાજા બંબા ગેટ ઝુપડપટ્ટી સુરત જી.સુરત,રૂપસીંગભાઇ ભલુભાઇ વસાવા રહે.તળાવ ફળિયુ સિમોદ્રા તા.ઝઘડીયા જી.ભરૂચ અને સુમનભાઇ ભીખાભાઇ વસાવા રહે.ઉપલું ફળિયુ કરાડ તા.ઝઘડીયા જી.ભરૂચની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
