ભરૂચ: રાકેશ ટીકૈત ટ્રેકટર ચલાવી નબીપુર ગુરુદ્વારા પહોંચ્યા, જુઓ ખેડૂત આંદોલન અંગે શુ કહ્યું

ભરૂચ: રાકેશ ટીકૈત ટ્રેકટર ચલાવી નબીપુર ગુરુદ્વારા પહોંચ્યા, જુઓ ખેડૂત આંદોલન અંગે શુ કહ્યું
New Update

ખેડૂત આંદોલન સાથે સંકળાયેલ ખેડૂત નેતા રાકેશ ટીકૈટ આજરોજ ભરૂચના લુવારા ખાતે આવી પહોંચ્યા હતા અને ગુરુદ્વારમાં શીશ ઝુકાવ્યું હતું.

કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂત નેતા રાકેશ ટીકૈટ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજરોજ વડોદરાથી તેઓ સીધા ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ લુવારા ગુરુદ્વારા પર આવી પહોચ્યા હતા. ગુરુદ્વારા પર આવતા પૂર્વે તેઓએ ટ્રેકટર રેલી કાઢી હતી અને જાતે ટ્રેકટર હંકારી ગુરુદ્વારા પર પહોચ્યા હતા અને ગુરુદ્વારા પર શીશ ઝુકાવ્યું હતું. તેઓ સાથે ગુજરાતના પૂર્વ સી.એમ.શંકરસિંહ વાઘેલા પણ જોડાયા હતા. બંન્ને આગેવાનોએ ખેડૂતો સાથે ઔપચારીક મુલાકાત કરી હતી. રાકેશ ટીકૈતના સ્વાગતના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમાલસિંહ રણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો જોડાયા હતા. રાકેશ ટીકૈતની મુલાકાતના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રાકેશ ટીકૈતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન હજુ આગળ ચાલશે, ગુજરાતના ખેડૂતોના પણ ઘણા પ્રશ્નો છે પરંતુ બહાર નથી આવતા આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો પણ તેમના પ્રશ્નોને લઈ રસ્તા પર આવશે

#Bharuch #Connect Gujarat #Bharuch News #gujarati samachar #Rakesh Tikait #Gujarat Farmer #Farmer Protest #Rakesh Tikait Bharuch
Here are a few more articles:
Read the Next Article