ભરૂચ : અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ તરીકે રમેશ ગાબાણીની વરણી

New Update
ભરૂચ : અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ તરીકે રમેશ ગાબાણીની વરણી

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના વર્ષ 2020-2021ના વર્ષ માટે પ્રમુખ તરીકે રમેશ ગાબાણીની વરણી કરવામાં આવી છે. શુક્રવારના રોજ મળેલી મેનેજીંગ કમિટીની બેઠકમાં એસોસીએશનના વિવિધ હોદ્દેદારોની જાહેરાત કરાય હતી.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ચુંટણી માટે ગત મહિને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. પણ કોરોના વાયરસના કહેરના કારણે ચુંટણી ન થાય તે માટે તમામ સભ્યોએ સહિયારા પ્રયાસો કર્યા હતાં. જેના ભાગરૂપે મેનેજીંગ કમિટીના તમામ સભ્યો બિનહરીફ ચુંટાય આવ્યાં હતાં. શુક્રવારના રોજ એઆઇએ હોલ ખાતે મેનેજીંગ કમિટીની બેઠક મળી હતી જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વર્ષ 2020-2021ના વર્ષ માટે પ્રમુખ તરીકે રમેશ ગાબાણી, ઉપપ્રમુખ તરીકે જયેશ પટેલ અને ધર્મેન્દ્ર પટેલ, સેક્રેટરી તરીકે વલ્લભ ચાંગાણી, સહમંત્રી તરીકે વિનોદ ગઢિયા અને રમેશ બોદર તથા ખજાનચી તરીકે અમુલખભાઇ પટેલની વરણી કરાય છે. નવા વરાયેલાં હોદેદારોને સભ્યોએ અભિનંદન આપ્યાં હતાં.

Latest Stories