Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મહેસુલી કર્મચારીઓ હડતાળ પર, કચેરીઓ સુમસાન, અરજદારોને ધરમ ધકકા

ભરૂચ : મહેસુલી કર્મચારીઓ હડતાળ પર, કચેરીઓ સુમસાન, અરજદારોને ધરમ ધકકા
X

રાજયભરના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓને લઇ અચોકકસ

મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે ત્યારે ભરુચમાં પણ તેની અસર જોવા મળી રહી છે. કલેકટર

અને મામલતદાર કચેરીમાં કામગીરી ઠપ થતાં લોકો હાલાકીનો સામનો કરી રહયાં છે.

આપ જે દશ્યો જોઇ રહયાં છો તે ભરૂચની કલેકટર અને મામલતદાર

કચેરીના છે. રોજના હજારો અરજદારોની અવરજવરથી ધમધમતી કચેરીઓમાં ખાલી ખુરશીઓ જોવા

મળી રહી છે અને તેનું કારણ છે મહેસુલી વિભાગના કર્મચારીઓની હડતાળ. રાજય સરકાર

તરફથી પડતર માંગણીઓ સંદર્ભે કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવતાં કર્મચારીઓ સોમવારના

રોજથી અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે. મહેસુલ વિભાગના કર્મચારીઓની હડતાળના

કારણે કલેકટર અને મામલતદાર કચેરી સુમસાન ભાસી રહી છે. બંને કચેરીઓમાં કામકાજ માટે

આવતાં અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સરકાર વહેલી તકે કર્મચારીઓની

માંગણી પરત્વે ધ્યાન આપે અને કચેરીઓ ફરીથી રાબેતા મુજબ થાય તેવી માંગ અરજદારો કરી

રહયાં છે.

Next Story