ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચના ડિસ્ટ્રીકટ ગવર્નર સંતોષ પ્રધાને મુલાકાત લીધી હતી.
રોટરી ક્લબ ઓફ ભરૂચના ડિસ્ટ્રીકટ ગવર્નર રોટેરિયન સંતોષ પ્રધાન અને સુનિતા પ્રધાને ભરૂચ રોટરી ક્લબ ખાતે ઓફિસયલ ક્લબ વિઝિટ લીધી હતી. ભરૂચ રોટરી ક્લબ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ ગવર્નર સંતોષ પ્રધાને વર્ષ દરમ્યાન થયેલ સેવાકાર્યની માહિતી આપી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચના પૂનમચંદ દેવચંદ શ્રોફ હોલમાં યોજાયેલ કાર્યક્રમમા ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે રોટરી ક્લબના ફંડ રેઝિંગ કરનાર સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિસ્ટ્રીકટ ગવર્નર સંતોશ પ્રધાન દ્વારા ઓફિસયલ ક્લબ વિઝીટમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો. વિક્રમ પ્રેમકુમાર સહિત રોટેરિયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
