-
ભરૂચના ચાવજમાં કરાયુ નિર્માણ
-
વણકર સમાજની વાડીનું નિર્માણ કરાયુ
-
વાડી અને શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ
-
અનેક દાતાઓનો સહયોગ સંપડ્યો
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના ચાવજ ખાતે નિર્માણ પામેલ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટની વાડી અને શૈક્ષણિક સંકુલનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચના સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાવજ ખાતે સમાજની વાડી અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો.Inauguration – unveiling આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કર્યા બાદ વાડી અને શૈક્ષણિક સંકુલને સમાજના સભ્યો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.આ પ્રસંગે સમાજના આગેવાન ધનજી પરમાર, રાજેન્દ્ર સુતરીયા, કનુ પરમાર, નગીનભાઈ પરમાર સહિતના આગેવાનો તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વાડીના બાંધકામમાં આગેવાન ધનજી પરમાર, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોનો સહયોગ સંપડ્યો હતો
