ઝઘડિયા તાલુકાના ભાલોદ વિસ્તારમાં રૂંઢ કસ્બા ખાતે રહેતા નજમાવાઘેલા અને તેમના પતિ સોયબ વાઘેલા બાળકો સાથે તારીખ ૨૫/૦૮/૨૦૨૧ ના રોજ અજમેર રાજસ્થાન ખાતે દરગાહ પર દર્શનાર્થે ગયાં હતાં જેઓ તારીખ ૨૮/૦૮/૨૦૨૧ ના રોજ સવારે રાજસ્થાનથી પરત આવ્યા ત્યારે ઘરની રોડ સાઈટની દીવાલમા બારી પર લગાવેલી લોખંડની ગ્રિલ તૂટેલી હતી અને બારીનો કાચ પણ તુટેલો હતો તે બાદ ઘરમાં તપાસ કરતા ઘરમાંથીની તિજોરીમાંથી રોકડ રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી ત્યારબાદ નજમાબેને રાજપારડી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો .મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત રૂ. 63 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાજપારડી પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ભરૂચ: ઝઘડિયાના ભાલોદમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ. 63 હજારના માલમત્તાની કરી ચોરી
તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત રૂ. 63 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ
