New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/25154443/maxresdefault-101.jpg)
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે જંબુસરમાંથી રૂપિયા 6 લાખથી વધુની કિમતના ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટિમના સભ્યોને બાતમી મળી હતી કે જંબુસરમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યો છે જેના આધારે પોલીસે જંબુસરના અજમેરી નગરી વિસ્તારમાં દરોડા પાડતા મકાનમાંથી રૂપિયા 6 લાખની કિમતનો 60 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી ઈસ્માઈલ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો એ સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.