ભરૂચ: જાહેર માર્ગો પર ઘાસચારાનું વેચાણ તેમજ પશુઓને રખડતાં મુકવા બાબતે પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું
પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતાં ભરૂચ જીલ્લાના વિસ્તારોમાં કેટલાક ઈસમો ઢોર માટે રસ્તા ઉપર ઘાસચારો વેચતા હોવાનું ધ્યાન આવ્યું છે તેમજ રસ્તા પર રખડતા ઢોરો જોવા મળે છે. ગુજરાત | સમાચાર
જે બાબત લોકોના સ્વાસ્થ અને જાહેર માર્ગ પરની સલામતીને ભયરૂપ છે. જેથી માર્ગ અકસ્માત નિવારવા અને જાહેર જનતાની સલામતી હેતુસર ભરૂચ જીલ્લા વિસ્તારના જાહેર માર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈપણ વ્યકિત દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ જાહેરમાં પશુઓને રાખવા કે ખુલ્લા રખડતાં મુકવા બાબતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ અંગે અધિક કલેકટર એન.આર.ધાંધલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામુ આગામી 60 દિવસ સુધી અમલમાં રહેશે જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
