ભરૂચના પાંચબત્તીથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચમાં ચોમાસાની સિઝનમાં મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે શહેરના પાંચબત્તીથી મહંમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે.બિસ્માર માર્ગના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે આજરોજ સ્થાનિકો અને રીક્ષા એસોસિયેશન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી હતી.
