ભરૂચના નેત્રંગ તાલુકાના મચામડી ગામે કોટવાળીયા સમાજના 45 વર્ષીય મંજુબેન સોતેલા પુત્ર પ્રવીણ ઉર્ફે રવીન સાથે 4 મે ના સાંજે માછલીઓ પકડવા ગયા હતા. બીજા દિવસે સવારે સાવકા માતા પુત્રે મચ્છી પકડવાની શરૂઆત કરી હતી.

બપોર બાદ મંજુબેનનો સગો પુત્ર જયેશ ત્યાં આવ્યો હતો. ત્રણેયે રાત સુધી મચ્છી પકડ્યા બાદ ત્રણ ભાગ પાડી ઘર તરફ જઈ રહ્યા હતા. મચ્છીના ભાગ મુદ્દે સગા પુત્ર જ્યેશે સોતેલા ભાઈ પ્રવીણ જોડે ભાગમાં મચ્છી ઓછી આપી હોવાના મુદ્દે તકરાર કરી હતી. થેલીમાં રહેલ શેરડી કાપવાનું કોયતું કાઢી પ્રવીણનું ગળું કાપી નાખી તે ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ નેત્રંગ પોલીસને થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. સાવકા ભાઈના હત્યારા ફરાર જયેશ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરાઇ હતી. અલગ અલગ ટીમોએ ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસ અને સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના કલાકોમાં હત્યારા જયેશને પકડી લીધો હતો.