ભરૂચ : 25થી વધારે લાભાર્થીઓ હશે તો પાલિકા ઘરઆંગણે આવી વેકસીન મુકી આપશે

New Update
ભરૂચ : 25થી વધારે લાભાર્થીઓ હશે તો પાલિકા ઘરઆંગણે આવી વેકસીન મુકી આપશે

ભરૂચમાં રસીકરણની કામગીરી ઝડપી બનાવવા માટે નગરપાલિકા હવે વેકસીન એટ યોર ડોર સ્ટેપ અભિયાન શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જો 25થી વધારે લોકો રસી લેવા માંગતા હશે તો તેમને ઘરઆંગણે વેકસીન મુકી આપવામાં આવશે.

ભરૂચ નગર પાલિકા દ્વારા 45 કે તેથી વધુ ઉંમરના શહેરીજનોને ઘર આંગણે કોરોના વેકસીન મળી રહે તે માટે શુક્રવારથી વેકસીન @ યોર ડોર સ્ટેપ પહેલ શરૂ કરાઇ છે. વેકસીન કેન્દ્રો ઉપર લાઈન લગાવવાની કે સમય પસાર કરવામાંથી લોકોને મુક્તિ મળી છે. સરકાર કે તંત્ર ચૂંટણી કે પોલિયોની જેમ બુથ લેવલ ઉપર કોરોના વેકસીનની ડ્રાઇવ હાથ ધરે સહિતના અનેક સવાલો તેમજ સુઝાવો લોકોએ કર્યા હતા. વેકસીન માટે લાગતી લાઈનો કે લોકોને પડતી અગવડો દૂર કરવા સાથે સમય બચાવવા ભરૂચ પાલિકા એ હવે કોલ કરો અને તમારા ઘર આંગણે રસી મેળવોની નવી પહેલ શરૂ કરી છે.

પાલિકા વિસ્તારમાં કોઈપણ ફળિયા, ફ્લેટ, શેરી, સોસાયટી કે સ્થળે 25 કે તેથી વધુ લોકો વેકસીન માટે તૈયાર હશે તો પાલિકાએ આ માટે નિયુક્ત કરેલા 3 ટીમ લીડરને કોલ કરવાનો રહેશે. શહેરમાં વેકસીન તમારા ઘર આંગણે સુવિધાનો લાભ લેવા 25 કે તેથી વધુ લોકો હોવા ખૂબ જરૂરી છે. જેઓએ આ અંગે ટીમ લીડર કલ્પનાબેન ઉપાધ્યાય મો. 95740 07010, અમર પટેલ 95740 07014 અને કમલેશ ગોસ્વામી 95740 07040 નો સંપર્ક કરવાનો રહેશે.

Latest Stories