ભરૂચ: મિશ્ર શાળામાં વેલેન્ટાઇન ડેની માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
ગુજરાત | સમાચાર
February 12, 2025 · 1 min read
ભરૂચમાં કરવામાં આવી ઉજવણી
વેલેન્ટાઇન ડેની કરવામાં આવી ઉજવણી
માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરાય
સ્ટેશન રોડ મિશ્ર શાળામાં કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓએ માતા પિતાનું કર્યું પૂજન
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
તારીખ 14 મી ફેબ્રુઆરીની ઠેર ઠેર વેલેન્ટાઈન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચની યોગ વેદાંત સમિતિ દ્વારા સ્ટેશન રોડ મિશ્રશાળા ક્રમાંક 39માં આ દિવસની માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા પિતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.જે બાળકોના માતાપિતા હયાત ના હોય તેવા બાળકોએ શિક્ષકોનું પૂજન કર્યું હતું.આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.પાશ્ચાત્ય સંસ્કૃતિના બદલે સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય માયાબેન જાદવ તેમજ યોગ વેદાંત સમિતિના સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો
રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરતા, ગુજરાત વહીવટી સેવા(જુનિયર સ્કેલ) વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા 144 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. મહેસૂલ…