ભરૂચ: વીજ કંપનીના એપ્રેન્ટિસો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે કરાયું વિરોધ પ્રદર્શન

New Update
ભરૂચ: વીજ કંપનીના એપ્રેન્ટિસો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે કરાયું વિરોધ પ્રદર્શન

દક્ષિણ ગુજરાત વીજ કમ્પની અને જેટકોના ના એપ્રેન્ટીસો ભરતી પ્રક્રિયામાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે વીજ કંપનીના અધિકારીઓને રજૂઆત કરી હતી.

દક્ષિણ ગુજરાત વીજ કંપની અને જેટકોના એપ્રેન્ટીસની ભરતી માટે ભરૂચ ખાતે ફિઝિકલ ટેસ્ટ યોજાઈ હતી જેમાં ઉમેદવારોને પોલ ટેસ્ટ માટે બુટ પહેરીને ઉપર ચઢવાનું જણાવવામાં આવતા મોટાભાગના ઉમેદવારો તેમાં નિષ્ફળ રહ્યા હતા. જેના પગલે નારાજ ઉમેદવારોએ આ અંગે વીજ કંપનીના અધિક્ષક ઈજનેર જે.એસ. કેદારીયા તેમજ આઈ.ટી.આઈ.ના આચાર્યને લેખિત રજુઆત કરી હતી.

નારાજ ઉમેદવારોએ લેખિતમાં જણાવ્યું હતું કે વિદ્યુત સહાયક ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટ ના પોલ ટેસ્ટમાં ભરૂચ વર્તુળ કચેરી ખાતે દરેક એપ્રેન્ટીસને બૂટ સાથે પોલ ટેસ્ટ લેવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો જેના કારણે મોટા ભાગના એપ્રેન્ટીસ નાપાસ થયા છે. વીજ કંપનીની બીજી વિભાગીય કચેરીમાં બુટ વગર આ પોલ ટેસ્ટ લેવામાં આવેલ છે.તેથી દરેક એપ્રેન્ટીસને બુટ વગર પોલ ટેસ્ટની તક આપવામાં આવે તેવી માંગ આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી.

આ અંગે ભરૂચ સર્કલના અધિક્ષક ઈજનેર જે.એસ. કેદારીયા એ જણાવ્યું હતું કે તેઓ ઉમેદવારોની રજુઆત ઉચ્ચસ્તરે મોકલશે અને ત્યાંથી જે નિર્ણય કરી આદેશ આપવામાં આવશે તે અનુસાર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

Latest Stories