ભરૂચ : દેશમાં મહિલાઓ બની અસુરક્ષિત, આમ આદમી પાર્ટીએ કર્યા દેખાવો

New Update
ભરૂચ : દેશમાં મહિલાઓ બની અસુરક્ષિત, આમ આદમી પાર્ટીએ કર્યા દેખાવો

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીનાં મહિલા સંગઠન દ્વારા રેલ્વે સ્ટેશન નજીક દેશમાં  બનતા બળાત્કારની ઘટનાઓ અંગે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો  હતો.

ગુજરાત સરકારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સાવ કથળી ગઈ છે મહિલાઓ તેમજ બાળાઓ સુરક્ષિત રહી નથી.  જયાં સરકાર સંવેદન હોવાનો દાવો કરી રહી છે ત્યારે સમાજમાં મહિલા ઓ ઉપર થતા અત્યાચારો ના  બનાવો બની રહ્યા છે જેને લઈ ભરૂચ આમ આદમી મહિલા સંગઠન દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ ફિરોજા  પટેલ તેમજ ઉપપ્રમુખ રેખાબેન મિશ્રા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિ રહયાં હતાં. તેમણે સરકારની આરોપીને  છાવરવાની નીતિને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Latest Stories