ભરૂચ: ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાનો વીજ ચોરીના 28 વર્ષ જૂના 5 કેસમાં નિર્દોષ છુટકારો, વાંચો શું હતો મામલો

New Update
ઝઘડિયા: ધારાસભ્ય છોટુ વસાવાએ  કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને તેની સારવાર  માટે રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવી.

ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવા પર ૧૯૯૩ના વર્ષમાં તેમના ગામ ધારોલી ગ્રામ પંચાયતના  બોરમાંથી લાઈન જોડી વીજ ચોરી કરાતી હોવાની શંકાના આધારે ત્રણ ફરિયાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની  વાલિયાના જુનિયર એન્જિનિયર કે.એમ.પરમાર તથા એમ.એ ભાવસાર દ્વારા કરવામાં આવી હતી તથા બીજી બે વિજ ચોરીની ફરિયાદ શંકાના  આધારે આર પી ગોટાવાલા તથા એમ.એ ભાવસાર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. છોટુ વસાવા પર દસ દિવસમાં થયેલ પાંચ ફરિયાદ અંગેનો કેસ ઝઘડિયા કોર્ટમાં ચાલતો  હતો ગુજરાત હાઇકોર્ટ તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચ મુજબ પાંચ વર્ષ જૂના તમામ કેસોને રેડ માર્કિંગ કરવાનો હુકમ કરવામાં આવ્યો  હોય આ કેસ પાંચ વર્ષ જૂનો હોય તેને રેડ માર્કિંગ કરવાં આવ્યો હતો. જો કે આ કેસ ફરીથી  રિઓપન કરવામાં આવ્યા હતા. ૨૮ વર્ષથી વધુ ચાલેલા વીજ ચોરીના કેસમાં આજરોજ ઝઘડિયા કોર્ટે ધારાસભ્ય છોટુ વસાવાને તમામ પાંચ કેસોમાં નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.

આ બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યુ હતું કે  જ્યારે રાજયમાં જનતા દળનું શાસન હતું ત્યારે ચીમન પટેલ દ્વારા જનતા દળના ધારાસભ્યોને લઈ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા જો કે તેઓ કોંગ્રેસમાં સામેલ ન થતાં આ ખોટા કેસ કરી ફસાવવાની સાજીસ હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. પહેલા કોંગ્રેસે અને હવે ભાજપે તેમણે ખોટા કેસમાં ફસાવતું હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો

Latest Stories