ભરૂચ : જંબુસરના મગણાદ ગામે તસ્કરોએ કરી 2.5 લાખના સોના સહિત 17 હજાર રોકડ રકમની ચોરી....

શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરોની ટોળકી સક્રિય થવા લાગી

ભરૂચ : જંબુસરના મગણાદ ગામે તસ્કરોએ કરી 2.5 લાખના સોના સહિત 17 હજાર રોકડ રકમની ચોરી....
New Update

જંબુસરના મગણાદ ગામે બન્યો ચોરીનો બનાવ

2 થી 2.5 લાખના સોના સહિત 17 હજાર રોકડ રકમની ચોરી

ચોરોની ટોળકી સક્રિય થતાં લોકોમાં ફફડાટ

ભરૂચ જિલ્લાના જંબુસરના મગણાદ ગામે તસ્કરોએ ચોરીને અંજામ આપી 2.5 લાખના સોના દાગીના સહિત 17 હજાર રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરોની ટોળકી સક્રિય થવા લાગી છે. ત્યારે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે પણ તસ્કરો લોકોને પરસેવો છોડાવી રહ્યાં છે, તસ્કરોને જાણે પોલીસનો ડર જ ના હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

તેવામાં વધુ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચના જંબુસરના મગણાદ ગામે મુલતાની યુનુસ હસનના ઘરે ગત રાત્રીએ તસ્કરો ત્રાટકયા હતા, મકાનમાં પ્રવેશેલા તસ્કરોએ કબાટમાંથી અંદાજિત બે થી અઢી લાખનું સોનું તેમજ ૧૭ હજાર રોકડ રકમનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ જંબુસર પોલીસને થતાં જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોચી મામલાની સઘન તપાસ હાથ ધરી છે.

#Bharuch CrimeNews #Bharuch Police #GujaratConnect #ચોર ટોળકી #jambusarnews #મગણાદ ગામે #Magnad village #તસ્કરો
Here are a few more articles:
Read the Next Article