Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પાનોલી નજીક બાકરોલ ગામ બ્રિજ પાસેની દુકાનમાંથી શંકાસ્પદ એસ.એસ.ના વાલ્વ સાથે 3 શખ્સોની ધરપકડ

એસ.એસ.ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા. જે મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા સારંગપુર અને બાકરોલના 3 શખ્સોની ધરપકડ કરી

અંકલેશ્વર : પાનોલી નજીક બાકરોલ ગામ બ્રિજ પાસેની દુકાનમાંથી શંકાસ્પદ એસ.એસ.ના વાલ્વ સાથે 3 શખ્સોની ધરપકડ
X

ભરૂચ જિલ્લાના પાનોલી નજીક આવેલ બાકરોલ ગામ બ્રિજ પાસેની એક દુકાનમાંથી ક્રાઇમ બ્રાંચ પોલીસે શંકાસ્પદ 280 કિલો ગ્રામ એસ.એસ.ના વાલ્વ સાથે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની ઘટનાઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત જિલ્લાના અનેક સ્થળે દરોડા પાડી રહ્યા છે, તેમજ ગુનાખોરીને અંજામ આપતા તત્વોને જેલના સળીયા પાછળ પણ ધકેલી રહ્યા છે.

તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા હાંસિલ થઈ છે. ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે જિલ્લાના પાનોલી નજીક આવેલ બાકરોલ ગામ બ્રિજ પાસેની એક દુકાનમાં દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાંચના દરોડા દરમ્યાન 280 કિલો ગ્રામ જેટલા એસ.એસ.ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા. જે મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા સારંગપુર અને બાકરોલના 3 શખ્સોની ધરપકડ કરી તમામ પાસેથી કુલ રૂ. 83 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story