Connect Gujarat
ભરૂચ

ભરૂચ વડોદરા વચ્ચે હાઇવે પર ટ્રાફિક નિવારણ માટે 4 ઓવરબ્રિજ 6 લેન કરાશે, વાંચો કયા કયા બ્રિજનો કરાયો સમાવેશ

વડોદરા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે, બરોડા ભરૂચ નેશનલ હાઇવે પરના 4 ઓવર બ્રિજ 6 લેન કરાશે.

ભરૂચ વડોદરા વચ્ચે હાઇવે પર ટ્રાફિક નિવારણ માટે 4 ઓવરબ્રિજ 6 લેન કરાશે, વાંચો કયા કયા બ્રિજનો કરાયો સમાવેશ
X

વડોદરા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે, બરોડા ભરૂચ નેશનલ હાઇવે પરના 4 ઓવર બ્રિજ 6 લેન કરાશે. બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'વડોદરા થી ભરૂચ જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવતા 4 ઓવર બ્રિજ છ માર્ગીય કરવા દરખાસ્ત કરવામાં આવી છે.બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, 'રાષ્ટ્રીય ધોરી માર્ગ માં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર અને બામણ ગામના પુલ હાલમાં ફોરલેન હોવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. આથી, તેઓએ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને વડોદરા થી ભરૂચ માર્ગ પરના ચાર ઓવર બ્રિજના કારણે થતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી.

તેઓએ આ બાબતે ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.' સાંસદ રંજનબેન જણાવ્યું કે, 'મહત્વનું છે કે, આ ચારેય ઓવરબ્રિજને સિક્સ લેન કરવા માટે ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણ (NHAI) ની કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને દિલ્હી મોકલવામાં આવી હતી. જેને ઝડપી મંજૂરી મળી જાય એવી અપેક્ષા છે.' ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીના આ બેઠકમાં સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓની ત્વરિત અમલીકરણ ઉપરાંત સારી ગુણવત્તાયુક્ત કાર્યો થાય અને લોકોની જરૂરિયાત મુજબ થાય એ વિષય ઉપર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, ધારાસભ્ય જીતુ સુખડિયા, જશપાલસિંહ પઢિયાર અક્ષય પટેલ, શૈલેષ મહેતા ઉપરાંત અધિક કલેક્ટર ગોપાલ બામણીયા તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story