/connect-gujarat/media/post_banners/ef524ab71d2313b5d534ba28353cadecc39218c1ca190cb303dcc289dc3df6a2.jpg)
ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવાના અહેવાલ અને કોંગીજનોની નારાજગી વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈ કમાંન્ડને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલ બેઠકમાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફૈઝલ પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આ મુદ્દે હજુ વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ ભરૂચ બેઠક ગઠબંધનમાં કોંગ્રેસને મળે અને ભરૂચ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડે તેવી રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, હાઈ કમાન્ડનો નિર્ણય પણ તેઓને માન્ય હોવાનું સ્વીકાર્યું હતું. તો બીજી તરફ, કોંગ્રેસ અને આપ વચ્ચેના ગઠબંધનમાં હવે અંતિમ સત્તાવાર નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે. પરંતુ પણ હાલ તો ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે હાઇ કમાંન્ડના નિર્ણય બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં શું પ્રતિભાવ આવે છે તે હવે જોવું રહ્યું.