દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં અચાનક પલટો, મિનિ વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઊડી

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજરોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી..

દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં અચાનક પલટો, મિનિ વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઊડી
New Update

ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં આજરોજ પલટો આવ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજરોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી..

ત્યારે બપોર બાદ દક્ષિણ ગુજરાતનાં વાતાવરણની અસમાનતા જોવા મળી હતી. ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં બપોરે ધોમધખતા તાપ બાદ વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યાર બાદ અચાનક જ ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઊડી હતી અને વાતાવરણ ધૂળિયુ થઈ ગયું હતું જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. સાથે જ કમોસમી વરસાદ પણ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી હતી

#Bharuch #Cyclone #GujaratConnect #વરસાદની આગાહી #UnseasonalRain #હવામાન વિભાગ #Weather FOrecast #rainfalls #મિનિ વાવાઝોડુ #Bharuch Cyclone #weatherUpdate
Here are a few more articles:
Read the Next Article