/connect-gujarat/media/post_banners/381cfd64cc3773a99266cf3fab9b876e116056b6167514e34c29253ef337e729.jpg)
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ભંગારની દુકાન ચલાવતા એક ભંગારીયાએ દુકાનમાં સંતાડી રાખેલો એક દેશી તમંચો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો
ભરૂચ ક્રાઇમ બ્રાંચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગડખોલ મીઠા ફેક્ટરી નજીક આવેલા ઓમ સાંઇ રેસીડેન્સી શોપીંગ સેન્ટરની દુકાનમાં ભંગારનો વેપાર કરતો શુભમ પ્રેમસાગર પોતાની દુકાનમાં દેશી હાથ બનાવટનો તમંચો સંતાડી રાખ્યો હોવાની જાણ થઈ હતી. પોલીસે માહિતીના આધારે ગડખોલ મીઠા ફેક્ટરી પાછળ આવેલા ઓમ સાંઇ રેસીડેન્સી શોપીંગ સેન્ટરમાં આવેલી ભંગારની દુકાન ખાતેથી મૂળ યુપીના શુભમ પ્રેમસાગર રામજીયાન અગ્રહરિને ઝડપી પાડી તેની દુકાનમાં ભંગારમાં સંતાડેલા દેશી હાથ બનાવટનો એક તમંચો શોધી કાઢ્યો હતો. પોલીસે તેની પાસેથી એક તમંચો કિં.રૂ.5,000 અને એક મોબાઈલ કિ.રૂ. 5,000 ગણીને કુલ રૂ.10,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. LCB ટીમે શૂભમ પ્રેમસાગર વિરૂદ્ધ ધી આર્મ્સ એકટ (1959)ની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે અંક્લેશ્વર શહેર બી-ડિવિઝનમાં સોંપવામાં આવ્યો છે.